For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ચીનમાં થઈ રહ્યા છે ઈસ્લામનો અંત લાવવાના પ્રયત્નો?

ચીનમાં ખૂબ જ ઓછી સંખ્યામાં મુસ્લિમ લોકો છે, અને શિંજિયોંગ પ્રાંતમાં ઉઈગર સમુદાયના મુસ્લિમોની બહુમતી છે, તેમના વિરુદ્ધ ચીન સરકાર અનેક મુદ્દાઓને લઈ મર્યાદા લાદી ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

ચીનમાં ખૂબ જ ઓછી સંખ્યામાં મુસ્લિમ લોકો છે, અને શિંજિયોંગ પ્રાંતમાં ઉઈગર સમુદાયના મુસ્લિમોની બહુમતી છે, તેમના વિરુદ્ધ ચીન સરકાર અનેક મુદ્દાઓને લઈ મર્યાદા લાદી ચૂકી છે. AFPના રિપોર્ટ મુજબ સત્તાધારી નાસ્તિક કમ્યુનિસ્ટ પાર્ટીના શાસનમાં હવે ચીનના મુસ્લિમ બાળકોને ધર્મ અને ઈસ્લામિક શિક્ષણથી દૂર રહેવા આદેશ અપાયા છે. શિંજિયાંગ બાદ પશ્ચિમ ચીનના ગાંસૂ પ્રાંતમાં પણ મુસ્લિમ સમુદાયના લોકો વસે છે, જે મસ્જિદ અને પ્રાર્થનામાં પણ વિશ્વાસ ધરાવે છે. ચીની સરકારે હવે શિંજિયાંગની જેવા જ કાયદા ગાંસૂ પ્રાંતમાં પણ લાગુ કરવાની તૈયારી કરી છે. જેને પગલે શિંજિયાંગના મુસ્લિમ લોકો ડરી રહ્યા છે.

16 વર્ષથી નાના બાળકો માટે નમાઝ

16 વર્ષથી નાના બાળકો માટે નમાઝ

AFPના રિપોર્ટ મુજબ ચીનની કમ્યૂનિષ્ટ સરકાર પોતાના દેશમાં ઈસ્લામનો અંત લાવવા માટે કામ કરી રહી છે. પહેલા શિંજિયાંગ પ્રાંતમાં મુસ્લિમોને દાઢી વધારવાથી લઈ મસ્જિદમાંથી લાઉડ સ્પીકર હટાવવા આદેશ અપાયા હતા, હવે ગાંસૂ પ્રાંતમાં 16 વર્ષથી નાના બાળકોને નમાઝ અને ઈસ્લામિક શિક્ષણથી દૂર રહેવા આદેશ અપાયા છે. ચીની ઓથોરિટી શિંજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો વિરુદ્ધ આ પોલિસી લાગૂ કરી ચૂકી છે.

સેક્યુલર અભ્યાસક્રમને ફોલો કરવા નિર્દેશ

સેક્યુલર અભ્યાસક્રમને ફોલો કરવા નિર્દેશ

ચીનની સરકારે ધ્વનિ પ્રદૂષણના નામે તમામ 355 મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત ચીની અધિકારીઓએ તમામ મસ્જિદ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવા પણ આદેશ આપ્યા છે. ગૂંસા પ્રાંતમાં ઉનાળા અને શિયાળાના વેકેશન દરમિયાન હજારથી વધુ બાળકો નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાય છે. પરંતુ હવે ચીનની સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ચીની સત્તાધીશોએ મુસ્લિમ વાલીઓને કહ્યું છે કે કુરાનનો અભ્યાસ પ્રતિબંધિત કરવાથી તેમના જ બાળકોનો લાભ થશે. તેમને સેક્યુલર અભ્યાસક્રમ ભણવા આદેશ અપાયા છે. ચીની સત્તાધીશોનું કહેવું છે કે ઈસ્લામિક પુસ્તકો અરબી ભાષા અને સાઉદી અરબ પર આધારિત છે.

અસ્તિત્વ સમાપ્ત કરવાનો ડર

અસ્તિત્વ સમાપ્ત કરવાનો ડર

ચીનના આ નવા આદેશ બાદ એક મસ્જિદના ઈમામે નિવેદન આપ્યું છે કે ,' જે હવા પાછલા કેટલાક વર્ષમાં શરૂ થઈ છે, તે ડરાવે તેવી છે. મને ડર છે, કારણ કે શિંજિયાંગ તરફી અહીં પણ આવો જ કાયદો લાગુ કરવા જઈ રહ્યા છે.' ચીનની આ પોલિસી પર એક મુસ્લિમ વ્યક્તિનું કહેવું છે કે,'અમે ડરી ગયા છીએ. જો આમ જ ચાલતું રહ્યું તો એક બે પેઢી બાદ અમારું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે'

પોલીસ મસ્જિદમાં કરી રહી છે તપાસ

પોલીસ મસ્જિદમાં કરી રહી છે તપાસ

ચીનની મસ્જિદમાં પોલીસ દર બે કે ત્રણ દિવસે પોલીસ જવાનો તપાસ કરવા પણ આવે છે. તપાસ થાય છે કે અહીં કોઈ બાળકો ઈસ્લામિક શિક્ષણ લઈ રહ્યા છે કે નહીં. કેટલાક ઈમામ સૂર્યોદય પહેલા જ ઈસ્લામિક શિક્ષણ આપવાનું શરૂ કરે છે. પરંતુ જ્યારે તેમને ચીની અધિકારીઓના ચેકિંગની જાણ થઈ તો તેમણે પણ આ કામ છોડી દીધું. ચીનની સ્કૂલના બાળકોને શીખવાડવામાં આવે છે કે પૈસા કેવી રીતે કમાઈ શકાય અને પોતાના દેશ માટે વફાદાર કમ્યૂનિષ્ટ કેડર કેવી રીતે બની શકાય. ચીનમાં હવે આ મુસલમાનોને આ જ રસ્તા પર લવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીનની કુલ વસ્તી 1 અરબ 38 કરોડ છે, જેમાં મુસ્લિમો ફક્ત 2 કરોડ 10 લાખ છે.

English summary
How China’s atheist Communist Party trying to eradicate Islam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X